વાવ એટલે પગથિયાં વાળો કૂવો. આપડા દેશમાં ઘણી એવી વાવ છે. જેનો ઉપયોગ પાણી નો સંગ્રહ કરવા થતો હતો અને આજે પણ થાય છે.પરંતુ સમય જતાં એ વાવ જાળવણી ના અભાવ ના કારણે કાં તો પુરાઈ જય છે કે જર્જરિત થઈ તૂટી જાય છે.
સુરત શહેર માં પણ ઘણી એવી વાવ આવેલી છે જે આપણે અગાઉ ના બ્લોગ માં એની વાત કરી હતી. આપણે આજે સુરત શહેર ની એક માત્ર જીવંતવાવ વિશે વાત કરીશું.
બહુચરાજી વાવ
આ વાવ સુરત શહેર ના મોટી વેડ વિસ્તારમાં માં આવેલ મોટી બહુચરાજી ના મંદિર માં આવેલી છે.
આ વાવ નો કોઈ ઇતિહાસ માલુમ પડતો નથી પરંતુ આ મંદિર ના પૂજારી એવા ભગવતીબેન ના જણાવ્યા અનુસાર આ વાવ સુરત ના બહારથી આવેલ વણજારાઓ એ બંધાવી છે.
એ સમય માં મોટા પ્રમાણમાં વણજરાઓ સુરત માં આવતા હતા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડાવો નાખી રહેતા હતા. તેઓ તેમની પાણી ની જરૂરીયાત માટે વાવનું બાંધકામ કરતા હતા.
ત્યાં રહેતા એક વણજારાનાં સ્વપ્નમાં માતાજી આવતા એણે મોટી વેડમાં આ વાવ નું નિર્માણ કર્યું. ત્યારબાદ વાવ પર બહુચરા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એનો અર્થ એમ કે સૌ પ્રથમ ત્યાં વાવ બાંધવામાં આવી અને પછી મંદિર.
આજે આ વાવ માં ૪ભગવાન બિરાજમાન છે.
આ વાવ માં આવેલ પાણી હજીય પીવાલાયક છે. પાણીમાં કાચબા જેવા જલીય જીવ પણ જોવા મળે છે.
આપણા ગુજરાતમાં ઘણા એવા પ્રાચીન મંદિરો આવેલા છે. તેને જોવા ભક્તો દૂર દૂર થી આવતા હોય છે. આપણા સુરત શહેર માં પણ ઘણા એવા પ્રાચીન મંદિરો આવેલા છે.
આજે તમને સુરત જિલ્લામાં આવેલ બારડોલી થી ૪ કિલોમીટર દૂર અવેલ અને મીંઢોળા નદી કિનારે આવેલ પ્રાચીન કેદારેશ્વર મહાદેવ મંદિર વિશે જણાવીશ.
કેદારેશ્વર મહાદેવ મંદિર, ખડી
આ મંદિર ખૂબ પ્રાચીન જણાય છે. આ શિવ મંદિર ની સ્થાપના આશરે ૭૦૦ વર્ષ જૂની હોવાનો અંદાજ છે. ચીની યાત્રી હ્યુ-એન-સાંગ એ આ મંદિર ની મુલાકાત લીધી હતી.તેને પોતાના નોંધપોથી આ મંદિર ની ભવ્યતા વિશે વર્ણન કર્યું છે.
આ મંદિર માં ઘણા એવા મહાજ્ઞાની સાધુ-સંતો અને આચાર્યો આવી ગયા. ભૂતકાળમાં શ્રી ચિન્મયાનંદ મહારાજે આ મંદિર ની મુલાકાત લઈ અને પ્રભાવિત થઈ મંદિર ની ચૈતન્યતા ના સબંધમાં જણાવ્યું હતું કે “આખા દેશમાં ત્રણ જ મંદિરો આ મંદિરની જ્યોતિ સાથે સમાવિષ્ટ કરી શકાય એમ છે. અન્ય બે સ્થાનોમાં હિમાલયના કેદારનાથ ના પવિત્ર મંદિર અને કાબાની શિલ્પ ની છે.”
આપ સૌને જાણ હશે કે છત્રપતિ શિવાજી મહારાજે સુરત ને બે વાર લૂંટયું હતું. એ માટે એમને ખાનદેશ થઈ સુરત આવવું પડતું. ખાનદેશથી આવતા વચ્ચે આ પ્રાચીન કેદારેશ્વર મહાદેવનું મંદિર પડતુ હોવાથી અને પોતે એટલાં મોટા મહાદેવ ના ભક્ત હોવાથી તેઓ મંદિરે પધારીને શ્રધ્ધાપૂર્વક ભગવાન શિવ ની પૂજા કરી સ્વયં આ પવિત્ર મંદિર ના શિખર પર જઇ ભગવા ધજા ફરકાવી આશીર્વાદ લીધા હતાં.
આ મંદિર એક થી વધુ વખત નિર્માણ થયાનું જણાય છે. ઇ.સ. ૧૯૦૦ પહેલાની વિસ્તૃત માહિતી પ્રાપ્ત નથી. જે હાલમાં પુન:નિર્માણને કારણે તોડ્યું તે પણ આશરે ૧૦૦ વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે.
આ મંદિરની આ માન્યતા છે કે જે કોઈ સુરત નજીક આવેલા આ સાગાભાઈ જેવા પાંચ મહાદેવ ના દર્શન સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી પગપાળા કરે તેને સ્વર્ગ મળે છે.
આ મંદિરમાં આવેલ શિવલિંગ એ સ્વયંભૂ પ્રકાશિત થયેલ છે. એક ગોવાળીયો દ્વારા આ શિવલીંગ શોધાયેલુ એમ આ મંદિર ના ઇતિહાસ માં જણાવેલ છે.
આ મંદિર માં દેશવિદેશ થી ઘણા ભક્તો આવતા હોય છે. દર સોમવારે અને શ્રાવણ મહિનામાં ભક્તોનો જમાવડો જામતો હોય છે.
બારડોલી શહેર એમ તો તેના સત્યાગ્રહ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના લીધે જાણીતું છે પણ જયારે પૂ. મહાત્મા ગાંધીના અવસાન બાદ તેમની અસ્થિ વિસર્જન આખા દેશના પવિત્ર જગ્યાએ કરવામાં આવી ત્યારે એક અસ્થિકુંભ બારડોલી ના કેદારેશ્વર મહાદેવના મંદિર ને પણ આપવામાં આવ્યું. અને આ અસ્થિનું વિસર્જન મંદિરના મીંઢોળા નદી ના તટે કરવામાં આવ્યું.
આ મંદિર ની બાજુમાં એક વિશાળ ભગવાન ગણપતિ ની મૂર્તિ આવેલ છે.