બુર્જ એ મોટેભાગે કિલ્લાઓમાં જોવા મળતા હોય છે. જેની પર મોટી તટબંદી અને તોપો જોવા મળતી હોય છે. જે કિલ્લાની સુરક્ષા માટે જરૂરી હોય છે. સુરત ના કિલ્લામાં પણ ઘણા બુર્જ આવેલા છે

પણ આજે આપણે સુરતના કિલ્લાની બહાર આવેલ એક ભક્કમ દિવાલને અડીને આવેલા એક બુર્જ ના વિશે જાણીશું. જેના વિશે સૌ કોઈ અંજાણ છે.

ઉપર દર્શાવેલ બુર્જ એ સુરતના કિલ્લાથી થોડે દુર દક્ષિણ ભાગમાં તાપી નદીને કિનારે આવેલ છે. જે શહેરપનાહ કોટ ને અડીને આવેલો છે. જેના પરથી તાપી નદીના દર્શન થાય છે.

આ બુર્જ પર એક તકતી લગાડવામાં આવી છે જેના પર એ બુર્જ નો ઇતિહાસ કોતરવામાં આવ્યો છે. જેમાં એ બુર્જ કોના દ્વારા બનાવવામાં આવ્યો ક્યારે બનાવવામાં આવ્યો એની માહિતી આપવામાં આવી છે.

આ તકતીમાં જ બુર્જનો સંપૂર્ણ ઇતિહાસ લખવામાં આવ્યું છે. આ બુર્જ નું નિર્માણ બુરજોરજી મેરવાનજી ફ્રેસર નામના એક પારસી વ્યાપારી એ ઇ.સ. ૧૮૬૯ માં કર્યું હતું.

આ બુર્જ સ્થળ સુરતની પ્રજાને હરવા ફરવાના ઉપયોગ માટે બાંધવામાં આવ્યો હતો. આ બુર્જ બાંધવામાં ત્યારે ૮૦૦૦ રૂપિયા નો ખર્ચ થયો હતો. જેની હાલની કિંમત લાખો ની ઉપર હશે.

ઇ.સ. ૧૮૬૯ માં આ બુર્જ બાંધનાર બુરજોરજી મેરવાનજી ફ્રાસેર એ આગળ જઈને ઇ.સ. ૧૮૭૧ માં સુરતની મધ્યમાં આવેલ જાણીતો ક્લોક ટાવર બાંધ્યો હતો. પિતા મેરવાનજી હોરમૂઝજી ફ્રેસર ના અવસાન થવાથી તેની યાદ માં આ ક્લોક ટાવર બાંધવામાં આવ્યો હતો.

બુરજોરજી ફ્રેસર ના આ કામથી (ક્લોક ટાવર) સુરતના નવાબે તેને ” ખાન બહાદુર ” નામની ઉપાધિ આપવામાં આવી. આથી તેઓ ખાન બહાદુર બુરજોરજી ફ્રેસર ના નામથી ઓળખાય છે.

તાપી નદી અને આ બુર્જ વચ્ચે ઘણી ઝૂંપરપટ્ટી બંધવામાં આવેલી છે જેથી બુર્જ નો બહારનો ભાગ અને નીચેનો ગુંબજ તૂટવાની હાલત માં છે. નવાઈ ની વાત એ છે કે કોઈ સુરત ના ઇતિહાસ ની પુસ્તક માં આ બુર્જ નો કોઈ ઉલ્લેખ નથી.

હાલમાં આ સ્થળની મુલાકાત લેતાં આ બુર્જ ના નીચેના ભાગમાં સમારકામ થયેલું જોવા મળે છે. નીચેના ભાગમાં પ્લાસ્ટ થયેલું જોવા મળે છે.

આ કામ નગરપાલિકા કે ત્યાં આસપાસ રહેતા નાગરિકો દ્વારા થયેલું જણાય છે. આમ જ આપણા ઐતિહાસિક સ્થળોની જાળવણી થવી જોઈએ.


સમાપ્ત.































































