રસ્તાની બાજુમાં ઐતિહાસિક વાવ ! | Lakhi Stepwell

ગુજરાત માં આમ તો ઘણી એવી જાણીતી વાવ આવેલી છે. જેમાં રાણકી વાવ ને બધા જાણતા હશે. ગુજરાતની ઇતિહાસ કે સ્થાપત્યોની પુસ્તકો માં ગુજરાતના ઘણા શહેરો માં વાવ આવેલી છે એમ દર્શાવવામાં આવે છે પણ સુરત શહેર માં પણ વાવ આવેલી છે એ કોઈ પુસ્તકમાં બતાવવામાં આવેેલ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ લખી વાવ ના છે. જેે સુરત ના કતારગામ દરવાજા પાસે આવેલ લખી ટેકરાની ઝૂંપડપટ્ટીમાં માં એકદમ જર્જરિત અને મૃૃૃત હાલતમાં જોવા મળે છે.

આ વાવ સંપૂર્ણપણે દટાઈ ગઈ છે. જે ભૂતકાળમાં ક્યારેક ૪ માળ જેટલી ઊંડી અને ૪૮ પગથિયાં ધરાવતી ૫૦૦ થી ૬૦૦ વર્ષ જૂની વાવ આજ કચરાથી ભરાયેલી છે.

આ વાવ લખા નામના વણજારાએ બંધાવી હતી. એ વણજારાની એક લખી નામની પુત્રી વાવ પાસે મૃત્યુ પામી હોવાથી વાવનું નામ લખીવાવ રાખ્યું હતું. ઇ.સ. ૧૬૬૬ માં ફ્રેંચ પ્રવાાસી થેવેેનોએ પોતાની નોંધપોથીમાં લખીવાવ નો ઉલ્લેખ કર્યો હતો.

નંદા પ્રકારની આ વાવ માં લખી માતા નું મંદિર પણ હતું.જે હવે દટાઈ ગયું છે પણ માતાની મૂર્તિ બાજુમાં આવેલ મહાદેવ ના મંદિર માં સચવાયેલી છે. ઘણા લોકો આ વાવને નવલખાવાવ ના નામથી પણ ઓળખે છે.

સુરત મહાનગર પાલીકાની બેેેદરકારીને કારણે આ ઐતિહાસિક વાવ જમીન માં પુરાતી જાય છે. જેના કારણે આવનાર પેેેઢીને કદાચ આ વાવ જોવા નહી મળે.

સમાપ્ત.

સુરત શહેરની એક માત્ર જીવંત વાવ |Bahucharaji Stepwell

વાવ એટલે પગથિયાં વાળો કૂવો. આપડા દેશમાં ઘણી એવી વાવ છે. જેનો ઉપયોગ પાણી નો સંગ્રહ કરવા થતો હતો અને આજે પણ થાય છે.પરંતુ સમય જતાં એ વાવ જાળવણી ના અભાવ ના કારણે કાં તો પુરાઈ જય છે કે જર્જરિત થઈ તૂટી જાય છે.

સુરત શહેર માં પણ ઘણી એવી વાવ આવેલી છે જે આપણે અગાઉ ના બ્લોગ માં એની વાત કરી હતી. આપણે આજે સુરત શહેર ની એક માત્ર જીવંત વાવ વિશે વાત કરીશું.

બહુચરાજી વાવ

આ વાવ સુરત શહેર ના મોટી વેડ વિસ્તારમાં માં આવેલ મોટી બહુચરાજી ના મંદિર માં આવેલી છે.

આ વાવ નો કોઈ ઇતિહાસ માલુમ પડતો નથી પરંતુ આ મંદિર ના પૂજારી એવા ભગવતીબેન ના જણાવ્યા અનુસાર આ વાવ સુરત ના બહારથી આવેલ વણજારાઓ એ બંધાવી છે.

એ સમય માં મોટા પ્રમાણમાં વણજરાઓ સુરત માં આવતા હતા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડાવો નાખી રહેતા હતા. તેઓ તેમની પાણી ની જરૂરીયાત માટે વાવનું બાંધકામ કરતા હતા.

ત્યાં રહેતા એક વણજારાનાં સ્વપ્નમાં માતાજી આવતા એણે મોટી વેડમાં આ વાવ નું નિર્માણ કર્યું. ત્યારબાદ વાવ પર બહુચરા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એનો અર્થ એમ કે સૌ પ્રથમ ત્યાં વાવ બાંધવામાં આવી અને પછી મંદિર.

આજે આ વાવ માં ભગવાન બિરાજમાન છે.

આ વાવ માં આવેલ પાણી હજીય પીવાલાયક છે. પાણીમાં કાચબા જેવા જલીય જીવ પણ જોવા મળે છે.