સુરતમાં લાલ દરવાજા, સહારા દરવાજા અને ૧૨ જેટલાં દરવાજા ક્યાંથી આવ્યા ? |Alampanah kot (wall)

ગુજરાત ના ઘણા શહેરોને તેની ફરતે તેમના રાજા મહારાજા દ્વારા કોટ બાંધવામાં આવેલ છે. જેમાં અમદાવાદમાં આવેલ કોટ વિસ્તારને સૌ કોઈ જાણે છે પરંતુ સુરત શહેર ને એક નહીં પણ બે-બે કોટ બાંધવામાં આવેલ છે તેની કોઈને જાણ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ વરિયાવી દરવાજા ની છે જે એક સમયમાં આલમપનાહ કોટ નો હિસ્સો હતો. જે કતારગામ દરવાજા નજીક આવેલ છે.

જુના સુરત શહેર ને શહેરપનાહ અને આલમપનાહ નામના બે કોટ હતા.

તાપી નદી નજીક આવેલ કિલ્લા થી નજીક આવેલ શહેરપનાહ કોટ (ઇ.સ.૧૬૬૪ – ૧૭૦૯)છત્રપતિ શિવાજી મહારાજ ના પ્રથમ આક્રમણ પછી પ્રજાની સુરક્ષા માટે બનવાયું

અમુક વર્ષ પછી સુરતની વસ્તી વધતા નવાબ મુત્સદી હૈદર કુલીખાને શહેરપનાહ થી દૂર આલમપનાહ કોટ (ઇ.સ. ૧૭૦૯ – ૧૭૨૪) બાંધ્યો. આલમપનાહ કોટ બાંધવા સુકાઈ ગયેલા ગોપીતલાવ ના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આલમપનાહ કોટ ની લંબાઈ સાડા પાંચ માઇલ અને ઊંચાઈ ૨૦ ફૂટ હતી. શહેરપનાહ અને આલમપનાહ આ બંને ની વચ્ચે ૧૪ પુરા નો સમાવેશ થતો હતો.

જેમાં મહિધરપુરા, ધાસ્તીપુરા, રામપુરા, હૈદરપુરા, રૂંધનાથપુરા, સલાબતપુરા, બેગમપુરા, સૈયદપુરા, ઇંદરપુરા, હરપુરા, રૂસ્તમપુરા, સગરામપુરા, નવપરા અને નાનપુરા નો સમાવેશ થતો હતો.

આલમપનાહ કોટ ને ઘણા બુરુજો પણ હતા. તેના પર તોપો રાખવામાં આવતી હતી. સૈનિકો ને ઉપર ચડવા અંદરની બાજુએથી સીડી પણ હતી.

આલમપનાહ કોટ ને ૧૨ દરવાજા હતા જેમાંથી હમણાં આ એક જ હયાત છે. શહેર માં પૂરના પાણી ને રોકવા આ દરવાજા માં ફ્લડગેટ મુકવામાં આવ્યા હતા. આ દરવાજા માં ફ્લડ ગેટ ના બે દરવાજા હજી પણ હયાત છે જેના પર કાટ લાગી ગયો છે.

૨ કોટના એક-એક દરવાજાનાં નામ એક સરખું નવસારી દરવાજો હતું

કોટ ના ૧૨ દરવાજા પૈકી તેમાં વરિયાવી દરવાજા, કતારગામ દરવાજા, લાલ દરવાજા, દિલ્લી દરવાજા, સહારા દરવાજા, કમેલા દરવાજા, માન દરવાજા, ઉધના દરવાજા, સગરામપુરા દરવાજા, મજુરા દરવાજા, અઠવા દરવાજા નો સમાવેશ થતો. હાલ તેમાંથી વરિયાવી દરવાજો જ હયાત છે.

હાલ સુરત માંથી શહેરપનાહ કોટ નાબૂત થઈ ગયો છે અને કતારગામ દરવાજા થી લાલ દરવાજા સુધી ના ભાગ માં જ આલમપનાહ કોટ ના અવશેષો જોવા મળે છે.

તંત્ર ની લાપરવાહી ને લીધે આ દરવાજો અને કોટ ની દિવાલ જમીનદોસ્ત થઈ રહી છે.તંત્ર ને તેને રીડેવેલપ કરવામાં કોઈ રસ નથી.

સમાપ્ત.

Leave a comment