ઘરનાં વાડામાં ઐતિહાસિક વાવ | Khammavati Stepwell

ગુજરાત માં આમ તો ઘણી એવી જાણીતી વાવ આવેલી છે. ગુજરાતની ઇતિહાસ કે સ્થાપત્યોની પુસ્તકો માં ગુજરાતના ઘણા શહેરો માં વાવ આવેલી છે એમ દર્શાવવામાં આવે છે પણ સુરત શહેર માં પણ વાવ આવેલી છે એ કોઈ પુસ્તકમાં બતાવવામાં આવેેલ નથી.

નળીયા શેરી માં આવેલ એક મકાન

સુરત માં આવેલ આ મકાન ની ખાસિયત એ છે કે આ મકાન ના વાડા માં એક ઐતિહાસિક વાવ આવેલી છે.

સુરત ના લાલ દરવાજા પાસે બંદૂનાકા ના છોવાળાની શેરી માં એક ઘરના વાડામાં આ ઐતિહાસિક ખમ્માવતી વાવ આવેલ છે.

મુઘલકાળ માં બનાવવામાં અવેલી સાત કોઠાની વિશાળ ખમ્માવતી વાવ આજે જર્જરિત હાલત માં ઉભી છે.

આ વાવ માં ખમ્માવતી માતાનું મંદિર આવેલું છે. જેમાં એક પ્રાચીન મુર્તી પણ આવેલી છે.

ખમ્માવતી વાવ નો મોટા ભાગ નો હિસ્સો તૂટી ગયો છે. વાવના મોટા કૂવા માં હવે ગંદકી અને કચરો જોવા મળે છે.

ખમ્માવતી વાવના ઉપર વિશાળ ઘુમ્મટો હતા. જે હવે તૂટવાની હાલત માં લટકી રહ્યા છે.

લાલ દરવાજા નજીક નળિયાં શેરીમાં આવેલ એ ઘર દિનેશભાઇ નું છે. તેમનો પરિવાર જ આ ઐતિહાસિક ખમ્માવતી વાવ ની દેખરેખ કરે છે.

દિનેશભાઇ ના જણાવ્યા અનુસાર આજ દિન સુધી વાવ માં પડવાથી એક નું પણ મોત થયું નથી.

સમાપ્ત

Leave a comment