આ બુર્જ બાંધનારાએ સુરતનો ક્લોક ટાવર બાંધ્યો હતો ! | Burjorjee Merwanjee Fraser

બુર્જ એ મોટેભાગે કિલ્લાઓમાં જોવા મળતા હોય છે. જેની પર મોટી તટબંદી અને તોપો જોવા મળતી હોય છે. જે કિલ્લાની સુરક્ષા માટે જરૂરી હોય છે. સુરત ના કિલ્લામાં પણ ઘણા બુર્જ આવેલા છે

પણ આજે આપણે સુરતના કિલ્લાની બહાર આવેલ એક ભક્કમ દિવાલને અડીને આવેલા એક બુર્જ ના વિશે જાણીશું. જેના વિશે સૌ કોઈ અંજાણ છે.

ઉપર દર્શાવેલ બુર્જ એ સુરતના કિલ્લાથી થોડે દુર દક્ષિણ ભાગમાં તાપી નદીને કિનારે આવેલ છે. જે શહેરપનાહ કોટ ને અડીને આવેલો છે. જેના પરથી તાપી નદીના દર્શન થાય છે.

આ બુર્જ પર એક તકતી લગાડવામાં આવી છે જેના પર એ બુર્જ નો ઇતિહાસ કોતરવામાં આવ્યો છે. જેમાં એ બુર્જ કોના દ્વારા બનાવવામાં આવ્યો ક્યારે બનાવવામાં આવ્યો એની માહિતી આપવામાં આવી છે.

આ તકતીમાં જ બુર્જનો સંપૂર્ણ ઇતિહાસ લખવામાં આવ્યું છે. આ બુર્જ નું નિર્માણ બુરજોરજી મેરવાનજી ફ્રેસર નામના એક પારસી વ્યાપારી એ ઇ.સ. ૧૮૬૯ માં કર્યું હતું.

આ બુર્જ સ્થળ સુરતની પ્રજાને હરવા ફરવાના ઉપયોગ માટે બાંધવામાં આવ્યો હતો. આ બુર્જ બાંધવામાં ત્યારે ૮૦૦૦ રૂપિયા નો ખર્ચ થયો હતો. જેની હાલની કિંમત લાખો ની ઉપર હશે.

ઇ.સ. ૧૮૬૯ માં આ બુર્જ બાંધનાર બુરજોરજી મેરવાનજી ફ્રાસેર એ આગળ જઈને ઇ.સ. ૧૮૭૧ માં સુરતની મધ્યમાં આવેલ જાણીતો ક્લોક ટાવર બાંધ્યો હતો. પિતા મેરવાનજી હોરમૂઝજી ફ્રેસર ના અવસાન થવાથી તેની યાદ માં આ ક્લોક ટાવર બાંધવામાં આવ્યો હતો.

બુરજોરજી ફ્રેસર ના આ કામથી (ક્લોક ટાવર) સુરતના નવાબે તેને ” ખાન બહાદુર ” નામની ઉપાધિ આપવામાં આવી. આથી તેઓ ખાન બહાદુર બુરજોરજી ફ્રેસર ના નામથી ઓળખાય છે.

તાપી નદી અને આ બુર્જ વચ્ચે ઘણી ઝૂંપરપટ્ટી બંધવામાં આવેલી છે જેથી બુર્જ નો બહારનો ભાગ અને નીચેનો ગુંબજ તૂટવાની હાલત માં છે. નવાઈ ની વાત એ છે કે કોઈ સુરત ના ઇતિહાસ ની પુસ્તક માં આ બુર્જ નો કોઈ ઉલ્લેખ નથી.

હાલમાં આ સ્થળની મુલાકાત લેતાં આ બુર્જ ના નીચેના ભાગમાં સમારકામ થયેલું જોવા મળે છે. નીચેના ભાગમાં પ્લાસ્ટ થયેલું જોવા મળે છે.

આ કામ નગરપાલિકા કે ત્યાં આસપાસ રહેતા નાગરિકો દ્વારા થયેલું જણાય છે. આમ જ આપણા ઐતિહાસિક સ્થળોની જાળવણી થવી જોઈએ.

સમાપ્ત.

રસ્તાની બાજુમાં ઐતિહાસિક વાવ ! | Lakhi Stepwell

ગુજરાત માં આમ તો ઘણી એવી જાણીતી વાવ આવેલી છે. જેમાં રાણકી વાવ ને બધા જાણતા હશે. ગુજરાતની ઇતિહાસ કે સ્થાપત્યોની પુસ્તકો માં ગુજરાતના ઘણા શહેરો માં વાવ આવેલી છે એમ દર્શાવવામાં આવે છે પણ સુરત શહેર માં પણ વાવ આવેલી છે એ કોઈ પુસ્તકમાં બતાવવામાં આવેેલ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ લખી વાવ ના છે. જેે સુરત ના કતારગામ દરવાજા પાસે આવેલ લખી ટેકરાની ઝૂંપડપટ્ટીમાં માં એકદમ જર્જરિત અને મૃૃૃત હાલતમાં જોવા મળે છે.

આ વાવ સંપૂર્ણપણે દટાઈ ગઈ છે. જે ભૂતકાળમાં ક્યારેક ૪ માળ જેટલી ઊંડી અને ૪૮ પગથિયાં ધરાવતી ૫૦૦ થી ૬૦૦ વર્ષ જૂની વાવ આજ કચરાથી ભરાયેલી છે.

આ વાવ લખા નામના વણજારાએ બંધાવી હતી. એ વણજારાની એક લખી નામની પુત્રી વાવ પાસે મૃત્યુ પામી હોવાથી વાવનું નામ લખીવાવ રાખ્યું હતું. ઇ.સ. ૧૬૬૬ માં ફ્રેંચ પ્રવાાસી થેવેેનોએ પોતાની નોંધપોથીમાં લખીવાવ નો ઉલ્લેખ કર્યો હતો.

નંદા પ્રકારની આ વાવ માં લખી માતા નું મંદિર પણ હતું.જે હવે દટાઈ ગયું છે પણ માતાની મૂર્તિ બાજુમાં આવેલ મહાદેવ ના મંદિર માં સચવાયેલી છે. ઘણા લોકો આ વાવને નવલખાવાવ ના નામથી પણ ઓળખે છે.

સુરત મહાનગર પાલીકાની બેેેદરકારીને કારણે આ ઐતિહાસિક વાવ જમીન માં પુરાતી જાય છે. જેના કારણે આવનાર પેેેઢીને કદાચ આ વાવ જોવા નહી મળે.

સમાપ્ત.

સુરતમાં આવેલ આ મંદિરમાં છત્રપતિ શિવાજી મહારાજે અંબાજી માંતાના આશિર્વાદ લીધાં હતાં !

સુરત એક સમય માં સોનાની મૂરત નામથી ઓળખાતું હતું અને એ સોનાને લૂંટવા ઘણા વિદેશી આક્રમણો થયા. જેમાં અંગ્રેજો અને મુઘલો સામેલ હતા.

તેમાં મુઘલો ઘણા ક્રૂર હતા. તેમને સ્વતંત્ર સલ્તનત ના રાજા દ્વારા બનાવેલ સુરત નો કિલ્લો જીતી પોતાનું મુઘલ સામ્રાજ્ય દખ્ખન તરફ આગળ વધાવ્યું.History Of Surat

પરંતુ દખ્ખનમાં મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજ નું શાસન ચાલતું હતું. મુઘલો તેમના સ્વરાજ માં લૂંટપાટ અને હિંસક પ્રવૃત્તિઓ કરતા.જેથી છત્રપતિ શિવાજી મહારાજ ના સ્વરાજ્યને ઘણું નુકસાન થતું

આથી મુઘલોને પાઠ ભણાવવા અને સ્વરાજ્યને થયેલ નુકસાનીની ભરપાઈ કરવા સ.ન. ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર ચડાઈ કારી સુરતમાં લૂંટ ચલાવી હતી.

સુરતનો ગવર્નર ઇનાયત ખાન ડરીને કિલ્લા માં છુપાઈને બેઠો હતો. કોઈની જાનહાની થયા વગર છત્રપતિ શિવાજી મહારાજે અંગ્રેજો અને અમીરોને લૂંટયા.

તેમની આ લૂંટ સફળ થઈ અને તેમની જીતનો આભાર માનવા તેઓ સૂરતના ભાગલ નજીક આવેલ અંબાજી માતાના દર્શન લઈ આશિર્વાદ લીધા હતા

હાલ આ મંદિર નું પૂન:નિર્માણ કરવામાં આવ્યું છે

છત્રપતિ શિવાજી મહારાજના આક્રમણોને રોકવા જે કોટ બાંધવામાં આવેલો એ શહેરપનાહ કોટ | Shaherpanah wall (kot)

અગાઉના બ્લોગ માં જણાવ્યા અનુસાર સુરત માં ૨ કોટ હતા. તેમાંથી આપણે સુરતનો બહારનો કોટ (“આલમપનાહ કોટ“) વિશે જાણકારી મેળવી હતી. આજે સુરતનાં અંદરના કોટ ” શહેરપનાહ કોટ ” વિશે જાણીશું.

ઉપર દર્શાવેલ આ દરવાજો શહેરપનાહ કોટ નો ભાગ છે. સુરત ના ખજૂરાવાડી વિસ્તારમાં આવેલા આ દરવાજા ને ખજૂરાવાડી ગેટ તરીકે ઓળખવામાં આવે છે. સુરતના કિલ્લાની ઉત્તર ના ભાગમાં આ કોટ નો થોડોક ભાગ બચેલો છે.

ઇ.સ. ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા આક્રમણ પછી સુરત ની રક્ષા માટે સુરતના નવાબ મુસ્તદી રઇત ખાન ઉર્ફ રિઆયત ખાને ઇ.સ. ૧૬૭૯ માં આ કોટ બાંધી તૈયાર કર્યો હતો. જેની ઊંચાઈ ૧૨ મીટર હતી.

આ કોટ ને બાંધવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો હતો જેની લંબાઈ ૩ માઈલ જેટલી હતી. આ કોટને ૧૪ દરવાજા હતા. જેમાંથી હાલ આ એક જ દરવાજો હયાત છે. આલમપનાહ કોટની જેમ આ કોટ પણ ગોળાકાર આકારમાં સુરતના ફરતે તેની રક્ષા કરતું હતું.

આ કોટને પણ આલમપનાહ કોટના દરવાજા ની જેમ ફ્લડ ગેટ હતા. જેથી પુરનું પાણી સુરત શહેરમાં ન પ્રવેશે. આ કોટની દિવાલ અંદાજે ૧૦ ફૂટ જેટલી પહોળી હતી.જેના પર સૈનિકો પહેરેદારી કરતા હતા. આ કોટ ની બહારની બાજુએ કોટને અડીને ખાડી પણ હતી.

હવે આ કોટ પણ તૂટવાની હાલતમાં છે. આ દરવાજાની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટ માંથી લોકો અવારનવાર અહીં કચરો નાખતા હોય છે. અંદાજે ૩૦૦ થી ૪૦૦ વર્ષ જૂની આ ઐતિહાસિક સ્થળ દિવસેને દિવસે કચરાના ઢગલાં નીચે દબાઇ રહી છે.

જાળવણીના અભાવ ના કારણે આ કોટની દીવાલો જર્જરિત થઈ ગઈ છે. સુરત મહાનગર પાલિકા પણ આ કોટની જાળવણી કરવાને બદલે તેને તોડવા વધુ રસ દાખવે છે.

ક્યારેક સુરત ની રક્ષા કરતી આ દીવાલો આજે કચરાની વચ્ચે ધૂળ ખાય છે.

SMC ને વિનંતી કે બાકી રહેલા આ શહેરના ઐતિહાસિક સ્થળ સમાન કોટને સંરક્ષણ આપે.

* સમાપ્ત *

સુરત શહેરની એક માત્ર જીવંત વાવ |Bahucharaji Stepwell

વાવ એટલે પગથિયાં વાળો કૂવો. આપડા દેશમાં ઘણી એવી વાવ છે. જેનો ઉપયોગ પાણી નો સંગ્રહ કરવા થતો હતો અને આજે પણ થાય છે.પરંતુ સમય જતાં એ વાવ જાળવણી ના અભાવ ના કારણે કાં તો પુરાઈ જય છે કે જર્જરિત થઈ તૂટી જાય છે.

સુરત શહેર માં પણ ઘણી એવી વાવ આવેલી છે જે આપણે અગાઉ ના બ્લોગ માં એની વાત કરી હતી. આપણે આજે સુરત શહેર ની એક માત્ર જીવંત વાવ વિશે વાત કરીશું.

બહુચરાજી વાવ

આ વાવ સુરત શહેર ના મોટી વેડ વિસ્તારમાં માં આવેલ મોટી બહુચરાજી ના મંદિર માં આવેલી છે.

આ વાવ નો કોઈ ઇતિહાસ માલુમ પડતો નથી પરંતુ આ મંદિર ના પૂજારી એવા ભગવતીબેન ના જણાવ્યા અનુસાર આ વાવ સુરત ના બહારથી આવેલ વણજારાઓ એ બંધાવી છે.

એ સમય માં મોટા પ્રમાણમાં વણજરાઓ સુરત માં આવતા હતા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડાવો નાખી રહેતા હતા. તેઓ તેમની પાણી ની જરૂરીયાત માટે વાવનું બાંધકામ કરતા હતા.

ત્યાં રહેતા એક વણજારાનાં સ્વપ્નમાં માતાજી આવતા એણે મોટી વેડમાં આ વાવ નું નિર્માણ કર્યું. ત્યારબાદ વાવ પર બહુચરા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એનો અર્થ એમ કે સૌ પ્રથમ ત્યાં વાવ બાંધવામાં આવી અને પછી મંદિર.

આજે આ વાવ માં ભગવાન બિરાજમાન છે.

આ વાવ માં આવેલ પાણી હજીય પીવાલાયક છે. પાણીમાં કાચબા જેવા જલીય જીવ પણ જોવા મળે છે.

ઘરનાં વાડામાં ઐતિહાસિક વાવ | Khammavati Stepwell

ગુજરાત માં આમ તો ઘણી એવી જાણીતી વાવ આવેલી છે. ગુજરાતની ઇતિહાસ કે સ્થાપત્યોની પુસ્તકો માં ગુજરાતના ઘણા શહેરો માં વાવ આવેલી છે એમ દર્શાવવામાં આવે છે પણ સુરત શહેર માં પણ વાવ આવેલી છે એ કોઈ પુસ્તકમાં બતાવવામાં આવેેલ નથી.

નળીયા શેરી માં આવેલ એક મકાન

સુરત માં આવેલ આ મકાન ની ખાસિયત એ છે કે આ મકાન ના વાડા માં એક ઐતિહાસિક વાવ આવેલી છે.

સુરત ના લાલ દરવાજા પાસે બંદૂનાકા ના છોવાળાની શેરી માં એક ઘરના વાડામાં આ ઐતિહાસિક ખમ્માવતી વાવ આવેલ છે.

મુઘલકાળ માં બનાવવામાં અવેલી સાત કોઠાની વિશાળ ખમ્માવતી વાવ આજે જર્જરિત હાલત માં ઉભી છે.

આ વાવ માં ખમ્માવતી માતાનું મંદિર આવેલું છે. જેમાં એક પ્રાચીન મુર્તી પણ આવેલી છે.

ખમ્માવતી વાવ નો મોટા ભાગ નો હિસ્સો તૂટી ગયો છે. વાવના મોટા કૂવા માં હવે ગંદકી અને કચરો જોવા મળે છે.

ખમ્માવતી વાવના ઉપર વિશાળ ઘુમ્મટો હતા. જે હવે તૂટવાની હાલત માં લટકી રહ્યા છે.

લાલ દરવાજા નજીક નળિયાં શેરીમાં આવેલ એ ઘર દિનેશભાઇ નું છે. તેમનો પરિવાર જ આ ઐતિહાસિક ખમ્માવતી વાવ ની દેખરેખ કરે છે.

દિનેશભાઇ ના જણાવ્યા અનુસાર આજ દિન સુધી વાવ માં પડવાથી એક નું પણ મોત થયું નથી.

સમાપ્ત

સુરતમાં લાલ દરવાજા, સહારા દરવાજા અને ૧૨ જેટલાં દરવાજા ક્યાંથી આવ્યા ? |Alampanah kot (wall)

ગુજરાત ના ઘણા શહેરોને તેની ફરતે તેમના રાજા મહારાજા દ્વારા કોટ બાંધવામાં આવેલ છે. જેમાં અમદાવાદમાં આવેલ કોટ વિસ્તારને સૌ કોઈ જાણે છે પરંતુ સુરત શહેર ને એક નહીં પણ બે-બે કોટ બાંધવામાં આવેલ છે તેની કોઈને જાણ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ વરિયાવી દરવાજા ની છે જે એક સમયમાં આલમપનાહ કોટ નો હિસ્સો હતો. જે કતારગામ દરવાજા નજીક આવેલ છે.

જુના સુરત શહેર ને શહેરપનાહ અને આલમપનાહ નામના બે કોટ હતા.

તાપી નદી નજીક આવેલ કિલ્લા થી નજીક આવેલ શહેરપનાહ કોટ (ઇ.સ.૧૬૬૪ – ૧૭૦૯)છત્રપતિ શિવાજી મહારાજ ના પ્રથમ આક્રમણ પછી પ્રજાની સુરક્ષા માટે બનવાયું

અમુક વર્ષ પછી સુરતની વસ્તી વધતા નવાબ મુત્સદી હૈદર કુલીખાને શહેરપનાહ થી દૂર આલમપનાહ કોટ (ઇ.સ. ૧૭૦૯ – ૧૭૨૪) બાંધ્યો. આલમપનાહ કોટ બાંધવા સુકાઈ ગયેલા ગોપીતલાવ ના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આલમપનાહ કોટ ની લંબાઈ સાડા પાંચ માઇલ અને ઊંચાઈ ૨૦ ફૂટ હતી. શહેરપનાહ અને આલમપનાહ આ બંને ની વચ્ચે ૧૪ પુરા નો સમાવેશ થતો હતો.

જેમાં મહિધરપુરા, ધાસ્તીપુરા, રામપુરા, હૈદરપુરા, રૂંધનાથપુરા, સલાબતપુરા, બેગમપુરા, સૈયદપુરા, ઇંદરપુરા, હરપુરા, રૂસ્તમપુરા, સગરામપુરા, નવપરા અને નાનપુરા નો સમાવેશ થતો હતો.

આલમપનાહ કોટ ને ઘણા બુરુજો પણ હતા. તેના પર તોપો રાખવામાં આવતી હતી. સૈનિકો ને ઉપર ચડવા અંદરની બાજુએથી સીડી પણ હતી.

આલમપનાહ કોટ ને ૧૨ દરવાજા હતા જેમાંથી હમણાં આ એક જ હયાત છે. શહેર માં પૂરના પાણી ને રોકવા આ દરવાજા માં ફ્લડગેટ મુકવામાં આવ્યા હતા. આ દરવાજા માં ફ્લડ ગેટ ના બે દરવાજા હજી પણ હયાત છે જેના પર કાટ લાગી ગયો છે.

૨ કોટના એક-એક દરવાજાનાં નામ એક સરખું નવસારી દરવાજો હતું

કોટ ના ૧૨ દરવાજા પૈકી તેમાં વરિયાવી દરવાજા, કતારગામ દરવાજા, લાલ દરવાજા, દિલ્લી દરવાજા, સહારા દરવાજા, કમેલા દરવાજા, માન દરવાજા, ઉધના દરવાજા, સગરામપુરા દરવાજા, મજુરા દરવાજા, અઠવા દરવાજા નો સમાવેશ થતો. હાલ તેમાંથી વરિયાવી દરવાજો જ હયાત છે.

હાલ સુરત માંથી શહેરપનાહ કોટ નાબૂત થઈ ગયો છે અને કતારગામ દરવાજા થી લાલ દરવાજા સુધી ના ભાગ માં જ આલમપનાહ કોટ ના અવશેષો જોવા મળે છે.

તંત્ર ની લાપરવાહી ને લીધે આ દરવાજો અને કોટ ની દિવાલ જમીનદોસ્ત થઈ રહી છે.તંત્ર ને તેને રીડેવેલપ કરવામાં કોઈ રસ નથી.

સમાપ્ત.